
વિજાપુર ઇન્ટરસીટી સોસાયટીના કમ્પાઉન્ડમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઈન્ટરસીટી સોસાયટીના કમ્પાઉન્ડમાં મોબાઇલ ઉપર ગ્રાહકોની સાથે સંપર્ક કરી ઝિમ્બાબ્વે તેમજ આયારલેન્ડની મેચનો સટ્ટો રમાતો હોવાની સ્થાનીક પોલીસ મથકના પીઆઇ વી આર ચાવડાને ખાનગીમાં બાતમી મળતા તેની હકીકત મેળવી તપાસ કરતા સ્થળ ઉપર મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાનું માલુમ પડતા શખ્સને ઝડપી પાડ્યો હતો તેની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગેની મળતી માહીતી મુજબ વિસનગર તરફ રોડ ઉપર આવેલ શ્રીરામ ઇન્ટરસીટીના કમ્પાઉન્ડમાં જૈમીન રાજેશકુમાર મોદી પોતાના મોબાઇલમાં ઝિમ્બાબ્વે તેમજ આયારલેન્ડ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ નો જીવંત પ્રસારણ જોઈને મોબાઈલ ગુગલ કોમમાં રામા એક્સ રાધે એક્સચેન્જ નામની બે વેબસાઈટ ખુલ્લી કરીને ગ્રાહકો પાસે બેટીંગનો હારજીતનો સોદો કરીને સટ્ટો રમાડતો હતો પોલીસે જૈમીન મોદીને વેબસાઈટ કોની પાસેથી મેળવી છે તેની પુછપરછ કરતા તેની આઈડી મીહિર દીપક ભાઇ બારોટ પાસેથી મેળવી હોવાનું કબુલ્યું હતુ જોકે પોલીસે જૈમીન મોદીની અટકાયત કરીને વધુ હકીકતો મેળવવાની તજવીજ હાથ ધરી છે