“દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ” અર્તગત “યુનિક ડેસેબીલીટી આઇડેન્ટિટી કાર્ડ (UDID) મેળવવાની અમૂલ્ય તક ..

ભરૂચ જિલ્લાના છેવાડાના દિવ્યાંગજનો સરકાર દ્રારા અમલીકરણ થતી વિવિધ દિવ્યાંગ- કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવી શકે, સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તથા સ્વનિર્ભર બની રહે એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, દ્રારા “દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ” શરૂ કરેલ છે. સદર પહેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં જે દિવ્યાંગજનો સ્વાવલંબન પોર્ટલ પર નોંધાયેલ હોય અથવા ના હોય અને તેઓને “યુનિક ડેસેબીલીટી આઇડેન્ટિટી કાર્ડ (UDID) મળેલ નથી એવા દિવ્યાંગજનોનો માટે આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરો નિમણૂંક કરી ડોર-ટુ-ડોર સર્વે કરવાની કામગીરીની પ્રક્રિયા હાલમાં કરવામાં આવેલ છે. જેથી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને જણાવવાનું કે, જ્યારે આપના ઘરે સર્વે માટે આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરો આવે ત્યારે આનુષંગિક આધાર પુરાવાઓ સાથે સ્વયં ઉપસ્થિત રહી જરૂરી સાથ સહકાર આપવો ઇચ્છનીય છે.
વિશેષત બીજા તબક્કામાં ડોર-ટુ-ડોર સર્વે થયા બાદ આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરો પ્રત્યેક દિવ્યાંગજનોના આનુષંગિક આધાર પુરાવાઓ ગ્રામ્ય વિસ્તારના કિસ્સામાં ઇ-ગ્રામ એજન્સીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપૃન્યોર (VCE)ને અને શહેરી વિસ્તારના કિસ્સામાં સંબંધિત મામલતદારની કચેરીના વૃધ્ધ સહાયના ડેટા એન્ટ્રી ઓપરેટર સમક્ષ જરૂરી રજૂ કરી “ સ્વાવલંબન પોર્ટલ” પર પ્રત્યેક યોગ્ય પાત્રતા ધરાવતા દિવ્યાંગજનોની નોંધણી કરાવી, તેની રસીદ મેળવીને તાલુકામાં આગામી દિવસોમાં આયોજન થનાર મેડિકલ કેમ્પમાં અથવા સિવિલ હોસ્પિટલ ,ભરૂચમાં દિવ્યાંગ જનોને ઉપસ્થિત રાખી, નિષ્ણાંત તબીબો થકી તેઓની શારીરિક તપાસ કર્યા બાદ યોગ્ય પાત્રતા ધરાવતા બિન- લાભાન્વિત દિવ્યાંગજનો- UDID કાર્ડથી લાભાન્વિત કરવામાં આવશે.
“દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ”ના વિશિષ્ટ અભિયાન થકી UDID કાર્ડથી લાભાન્વિત થયેલ તમામ દિવ્યાંગજનો સરકારના વખતોવખત ઠરાવ મુજબ સહાય મળવાપાત્ર છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની એક અખબારીયાદીમાં જણાવામાં આવ્યુ હતું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ