
વિજાપુર કોર્ટના પટાંગણ ખાતે વૃક્ષા રોપણ કરાયુ પર્યાવરણ દિવસ ની કરાઈ ઉજવણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કોર્ટના પટાંગણ ખાતે કોર્ટના એડિશનલ ચીફ મેજીસ્ટ્રેટ ની ઉપસ્થિતિ માં વન વિભાગના સહયોગથી વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોર્ટના પ્રિન્સીપલ એડિશનલ ચીફ મેજીસ્ટ્રેટ બીકે જાદવ તેમજ પીબી દવે તેમજ એસ એસ અજમેરી તથા વન વિભાગના આર એફ ઓ એલ એમ ચૌધરી ના માર્ગદર્શન અને વન વિભાગના અધિકારી સી આર પટેલ તેમજ રજની ભાઈ પંચોલી તેમજ તાલુકા વકીલ મ મંડળ ઉપસ્થિત રહી વિવિધ જાતના રોપા તેમજ વડ પીપળ તેમજ લીમડા સહીત વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ હતુ હાલમાં પર્યાવરણ માં થઈ રહેલા બદલાવ દૂષિત વાતાવરણ ને ચોખ્ખુ રાખવા માટે ઠેરઠેર વૃક્ષા રોપણ કરવુ જરૂરી બન્યુ છે આ અંગે વન વિભાગના રજની ભાઈ પંચોલી એ જણાવ્યું હતુકે ચોમાસા ની ૠતુ ની શરૂઆત માં વિવિધ સરકારી સંસ્થાઓ તેમજ સરકારી પડતર જગ્યાઓ માં વન વિભાગ દ્વારા વૃક્ષા રોપણ નો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત કોર્ટના શંકુલ ના પટાંગણ માં વિવિધ જાતિના રોપા તેમજ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ છે





