AMRELIGUJARATSAVARKUNDALA

સાવરકુંડલા એવોર્ડ નંબર છ માં ગંદકી બાબતે ડીડીટી છાંટવાની માગણી

સાવરકુંડલા વોર્ડ નંબર 6માં ગંદકીથી મચ્છરોનો ભારે ઉપદ્રવથી રોગચાળો વકરે તે પહેલાં ડીડીટી નો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ કરવા પાલિકા સદસ્યોએ ચીફ ઓફિસર પાસે માંગ કરી.

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વરસાદના કારણે વોર્ડ નંબર 6ના વિસ્તારોમાં ગંદકીથી મચ્છરોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ થવા પામ્યોછે મચ્છરોથી રોગચાળો વકરે તે પહેલા પછાત વિસ્તારો અને સોસાયટીઓમાં ડી.ડી.ટી. નો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમછે.
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં લાંબા સમયથી ધાબડિયું હવામાન અને વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણીના ખાડાઓ ભરેલાછે ત્યારે સામાન્ય રીતે ચોમાસા માંજ ચોખ્ખા પાણીમાં થતા ડેન્ગ્યુના મચ્છરોનું બ્રીડિંગ પણ થઇ રહયુંછે ત્યારે મચ્છરથી રોગચાળો વકરે તે પહેલા વોર્ડ નંબર 6 ના વિસ્તારો વિદ્યુતનગર, વિદ્યુતનગર સામેની વસાહત, દેવીપૂજક વિસ્તાર, શિવમપાર્ક સોસાયટી, ગાયત્રી સોસાયટી, આનંદપાર્ક સોસાયટી, ગાચત્રીની બાજુનો વિસ્તાર, વેલનાથપરા, એશિયાડ સોસાયટી, અંબિકા સોસાયટી, ચોગેશ્વર સોસાયટી, ઈન્દિરા વસાહત, કેન્ડ સોસાયટી, ભાવના સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી, કાણકીયા કોલેજ રોડ, કર્મચારી સોસાયટી, ગાંધી સોસાયટી, બીડીકામદાર સોસાયટી પછાત વિસ્તારો તેમજ વોર્ડ નંબર છ ની વિવિધ સોસાયટીઓમાં દવાનો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમછે
વોર્ડ નંબર 6માં રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણીના ખાડાઓ ભરેલાછે જો વહેલી તકે વોર્ડ નંબર 6 ના વિસ્તારોમાં સાફ સફાઇ અને દવાનો છંટકાવ નહી કરવામાં આવે તો ઉપરોક્ત વિસ્તારો શહેરીજનોમાં મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બનશે મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે વિસ્તારોમાં ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી જરૂરીછે તેમજ વોર્ડ નંબર 6ના મારા વિસ્તારના લોકોની સુખાકારી જળવાઇ રહેતે માટે રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવી જરૂરી હોવાથી નગરપાલિકા દ્વારા તપાસ કરી સેનીટેશન વિભાગને સુચના આપવા તથા શરદી, ઉઘરસ, તાવનો રોગચાળો બેકાબુ બને તે પહેલાં વિસ્તારમાં ફોગીંગ ની ઝુંબેશ અને દવાનો છંટકાવ અને ઘેરે ઘેરે પાણીમાં નાખવાની કલોરિન ટીકડીનું વિતરણ કરવા વિસ્તારના સદસ્ય ધમેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે નગરપાલિકા ચિફ ઓફીસરને લેખીતમાં માંગણી કરેલછે.

ફોટો / રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button