RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot : પી.ડી.યુ. હોસ્પિટલમાં ઇક્વીપમેન્ટ પ્રોક્યુરમેન્ટ એન્ડ સ્ટાન્ડર્ડડાઈઝેશન સેમિનાર યોજાયો

રાજકોટ તા. ૨૩ નવેમ્બર – રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહના અધ્યક્ષસ્થાને બી.આઈ.એસ. દ્વારા “Equipment Procurement and Standardization” ટ્રેનિંગ કમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગ્ટય ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં વિવિધ વિષયો બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં ભારતીય માનાંકની આરોગ્ય વિભાગમાં અગત્ય, આરોગ્ય વિભાગમાં ક્વોલીટી કંટ્રોલ ઓર્ડર (Q.C.D.), પ્રોક્યુરમેન્ટ પ્રોસેસ દરમિયાન ભારતીય માનાંક શોધવાની પદ્ધતિ, બી.આઈ.એસ. કેર એપના પ્રદર્શન જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સેમિનારમાં હોસ્પિટલનાં તમામ વિભાગનાં વડાશ્રી, લગત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ધારાસભ્યશ્રી દર્શિતાબહેને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કાર્યરત ડિ.ઈ.આઈ.સી. સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓના હિતાર્થે તમામ પ્રયત્નો કરવા સ્ટાફને સૂચના આપી હતી. અને કેન્ટીનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

ધારાસભ્યશ્રી સાથે તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી તથા સંલગ્ન સ્ટાફે કે.ટી.સી.એચ. ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લઈ પી.આઈ.સી.યુ.માં સારવાર લઈ રહેલા બાળકો અને તેમની માતાઓના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરી હતી. અને એન.આર.સી. ખાતે કુપોષિત બાળકોની સારવાર સબબ ચર્ચા પણ કરી હતી, તેમ પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button