NATIONAL

દેશના 141 કરોડ લોકોની આસ્થા સ્થાને બિરાજમાન થયા રામલલા

દેશના 141 કરોડ લોકોની આસ્થા સ્થાને બિરાજમાન રામલલાની અયોધ્યામાં જન્મભૂમિ સ્થાને પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમપુર્વક થઈ છે. વડાપ્રધાનની મંદિર પરિસરમાં એન્ટ્રી થતાં જ શંખનાદ થયો હતો. નરેન્દ્ર મોદીના હાથમા વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોચ્યા હતા. ગર્ભગૃહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે મળીને પૂજા વિધિ કરી છે. કાશીના સુનિલ શાસ્ત્રીજી મોદીને સંકલ્પ કરાવી રહ્યા છે.

ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી સાથે મોહન ભાગવત, આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ વિધિમાં બેઠાં હતા. વિધિ દરમિયાન પ્રભુ રામના બિજમંત્રોનું પઠન થઈ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા થઈ છે.

વડાપ્રધાને શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 11 દિવસનાં અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપવાસ, જાપ અને ગાયોની પૂજા કરી. તેઓ 11 દિવસ સુધી જમીન પર સૂતા અને માત્ર નારિયેળ પાણી અને ફળ ખાતા હતા. આ દરમિયાન મોદીએ 4 રાજ્યોમાં રામાયણ સાથે સંબંધિત 7 મંદિરોની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિના મુખ્ય યજમાન બનીને તમામ વિધિ કરી હતી. કાશીના પ્રકાંડ પંડિત સુનિલ શાસ્ત્રીએ તમામ વિધિ કરાવી હતી. નરેન્દ્ર મોદીના હાથમા વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ રામલલાના ચરણોમાં દંડ વત પ્રણામ કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button