MAHISAGARSANTRAMPUR

શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ તથા શ્રીમતી સી.આર ગાર્ડી આર્ટસ કોલેજ મુનપુર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર
અમિન કોઠારી
સંતરામપુર

કડાણા તાલુકાની મૂંનપુર હાઈસ્કૂલ અને કોલેજ ખાતે દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે. કહેવાય છે કે મનથી બોલાય એ માતૃભાષા અને મગજથી બોલાય એ પરભાષા. કોઈએ ખૂબ જ સુંદર કહ્યું છે કે “મા” ના ધાવણ પછી જો કોઈ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિ ખબરદાર કહે છે… “ગુર્જર વાણી ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉધમ પ્રીત”. કવિ નર્મદે પણ ખૂબ જ સરસ કહ્યું છે “મને ફાંફડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” નેલ્સન મંડેલા કહે છે કે “કોઈ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો મસ્તક સુધી જાય છે, પણ તેને તમે એની માતૃભાષામાં સમજાવી શકો તો એ હૃદય સુધી પહોંચે છે.” આ સિવાય પણ આપણા ગુજરાતી લેખકો અને કવિઓએ આપણી ગુજરાતી માતૃભાષા વિષે ઘણું બધું કહ્યું છે, જે વાંચ્યા પછી આપણને બધાને આપણી માતૃભાષા પ્રત્યે માન, સન્માન અને લાગણી પેદા થયા વગર રહી શકે એમ નથી.

 

 

માતૃભાષાનો શાબ્દિક અર્થ ‘મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા’ એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-ઘેલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલવું, ચરણસ્પર્શ કરીને ‘પગે લાગું પિતાજી’ બોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે.

આમ આ કાર્યક્રમમાં વીદ્યાર્થીઓ ને બીજી ભાષાઓ ની સાથે સાથે માતૃભાષા ગુજરાતી ને મહત્વ આપવા માટે કહેવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button