NANDODNARMADA

નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદે ધબડાટી બોલાવી, 24 કલાક દરમ્યાન 14 ઈંચ વરસાદ ખાબક્યો 

નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદે ધબડાટી બોલાવી, 24 કલાક દરમ્યાન 14 ઈંચ વરસાદ ખાબક્યો

 

કડાકા ભડાકા અને ગાજવીજ સાથે નર્મદા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ થતા જનજીવન પર અસર

 

કમોસમી વરસાદ થતાં  તુવેર કપાસ સહિત ના ખેતી ના પાકોને નુકસાન થવાની ભિતી થી ખેડુતો ચિંતાતુર

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

રાજ્ય સરકારના હવામાન વિભાગની આગાહી અનુસાર  નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે . આસમાનમાં કાળા વાદળો છવાયેલા રહેતા અને વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોએ પોતાના ઘરોમાંથી પણ બહાર નીકળવા નું ટાળ્યું છે .વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ઠંડી ના પ્રમાણ માં વધારો થયો છે, નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમા કમોસમી વરસાદ વરસ્યો હતો, ગતરોજ નર્મદા જીલ્લા મા 14 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હોવાનુ નર્મદા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લા માં ગતરોજ સવાર ના 6 વાગ્યા થી આજરોજ સવારના 6 વાગ્યાં ના 24 કલાક દરમ્યાન સમગ્ર જિલ્લા માં 349 મી.મી. જેટલો વરસાદ ખાબક્યો હતો,  14 ઈંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જેમાં સહુથી વધુ સાગબારા તાલુકા મા 144 મી. મી. ડેડીયાપાડા તાલુકા મા 63 મી.ની. નાંદોદ તાલુકામાં 54 મી. મી. તિલકવાડા તાલુકામાં 28 મી. મી. અને ગરૂડેશ્વર તાલુકા મા 60 મી.મી. જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી સમગ્ર જીલ્લા મા જનજીવન ઉપર પણ વરસાદની માઠી અસર જોવા મળી હતી , વાતાવરણ માં અચાનકજ ઠંડી નું પ્રમાણ વધી જતાં લોકો એ બહાર નીકળવાનું ટાળ્યું હતું.

 

 નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના સમગ્ર  તાલુકાઓ જેમાં નાંદોદ તેમજ ડેડીયાપાડા, સાગબારા, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાઓમાં પણ વહેલી સવારથી જ આસમાનમાં થી સુરજ દાદા અદ્રશ્ય થયા હતા અને વરસાદી માહોલ જામ્યો હતો વીજળીના ભારે કડાકા અને ભડાકા અને ભારે પવન ફૂંકાયા હતા. નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી , કમોસમી વરસાદ થતાં લોકોએ અભરાઇ ઓ પર દોઢ બે મહિનાથી ચડાવી દીધેલી છત્રીઓ અને રેનકોટો પુનઃ કાઢવાની ફરજ પડી હતી.

 

   કમોસમી વરસાદ થતાં  ખેડૂતોમાં ભારે ચિંતા મા જોવા મળી રહયા છે ખેડૂતોના જે પાકો ખેતરોમાં તૈયાર થઇ ને ઊભા છે જેવાકે તુવેર, કપાસ સહિતના અન્ય પાકોને વરસાદ થતાં ભારે નુકસાન જવાની ભિતી થી ખેડૂતોમાં ચિંતાનું મોઝુ ફરી વળ્યું છે.અને હજી પણ વરસાદ થાય ની શકયતાઓ વર્તાઈ રહી છે.

[wptube id="1252022"]
Back to top button