

વાત્સલ્યમ્ સમાચાર-
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકાના સલિયાટા, આસપુર, અને ચીખલી ગામે ફતેપુરા ૧૨૯-વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા અદ્દભૂત આયોજનના ભાગરૂપે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને વિવિધ ગામોમાં કન્યા કેળવણી મંડળ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, વિદ્યાર્થીઓના ભણતરનું પ્રથમ પગલું એટલે કે આંગણવાડી, બાલવાટિકા, અને ધો.-૧માં પ્રવેશ મેળવેલ બાળકોને કુમકુમ તિલક કરી પુસ્તકો આપી સન્માનિત કરી ઉજ્જવળ ભવિષ્ય અને સારું ભણતર મેળવે તે માટે બાળકોને આશીર્વાદ આપ્યા હતા, વધુમાં ધારાસભ્ય એ જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની જવાબદારી શિક્ષકો અને વાલીઓની હોય છે, બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર હંમેશા કટિબદ્ધ છે. બાળકીઓ અને સગર્ભા માતાઓ કુપોષિત ના રહે તે માટે કિટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને શાળામાં વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળામાં આવા અને જવા માટે બાળકોને મુશ્કેલી ના પડે તે માટે સ્કૂલ વેન પણ લીલી ઝંડી બતાવી શરૂ કરવામાં આવી હતી








