
રિપોર્ટર…
અમીન કોઠારી…મહીસાગર
તા.૮/૪/૨૪
સંતરામપુરની (૫) પાંચ વર્ષની રિફત ફાતેમા એ રોજો રાખી ખુદાની ઈબાદત કરી
હાલમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને તેમાં તમામ મુસ્લિમ બિરાદરો રોજા રાખીને ખુદાની ઈબાદત માં તલ્લીન છે. ખુદાને મનાવવા માટે રાજી કરવા માટે રોજા રાખી નમાજ પઢીને ઈબાદત કરી ને ખુદાની નજીક પહોંચવાનું પ્રયાસ કરી રહ્યા છે,
ત્યારે 27 માં રોજાનું મહત્વ સમજીને સંતરામપુરની મોહમ્મદી સોસાયટીમાં રહેતી પાંચ વર્ષની રિફત ફાતેમાએ રોજો રાખી ખુદાની બંદગી કરી.
સવારના 05:00 વાગ્યા થી લઈને સાંજના 7:00 વાગ્યા સુધી નો રોજો હોય છે, આવા કાળજાળ ગરમીના વાતાવરણમાં 14 કલાકનો રોજો રાખીને રીફત ફાતેમાએ ખુદાની ઈબાદત કરી.
રિફત ફાતેમા એ રોજો રાખવાની હિંમત દાખવીને પોતાની જાત ઉપર સંયમ રાખ્યો તેં બદલ તેને તેના સમગ્ર પરિવાર તરફથી મુબારકબાદી પાઠવીને તેનો હોસ્લો બુલંદ કર્યો.