
તા.૨૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લા પંચાયત, રાજકોટ અને પી.ડી.યુ.હોસ્પિટલ દ્વારા રાજકોટ જિલ્લાના ક્લબફૂટની ખામી ધરાવતા ૩૩ બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.
ક્લબફૂટ એ જન્મજાત ખામી છે, જેમાં બાળકના એક અથવા બંને પગ અંદરની તરફ અથવા નીચે તરફ રહેલા હોય છે. જન્મજાત ક્લબફૂટની તકલીફને સમયસરની સારવાર સાથે દૂર કરી શકાય છે. ક્લબફૂટની સારવાર માટે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિષ્ણાત ડોકટર્સની ટીમ દ્વારા બાળકનું તબીબી પરીક્ષણ કરી જરૂર પડયે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે રીફર કરવામાં આવે છે.

આ કાર્યક્રમ હેઠળ જાન્યુઆરી મહિનામાં રાજકોટ જિલ્લા અને કોર્પોરેશનના કૂલ ૩૩ ક્લબફૂટના બાળદર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર સોમવાર, બુધવાર અને શુક્રવાર ક્લબફૂટના બાળકોને સારવાર આપવામાં આવે છે.








