
તા.૮ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોષ્ટ પુરસ્કૃત શ્રી ઓધવજી વેલજી શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાજકોટ બાગાયત વિભાગ અને મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કિચન ગાર્ડનિંગ અને અર્બન હોર્ટીકલ્ચર વિષય પર નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે.

આ સેમિનાર તા. ૯ જુનને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ કલાક દરમિયાન યોજાનાર છે. આ સેમિનારમાં ઘરમાં અગાશી અને ફળીયામાં શાકભાજીનું વાવેતર કરવાની પદ્ધતિ તેમજ સોસાયટીમાં ફુલ-ઝાડ ઉગાડવાની રીત અંગે વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવશે. આ સેમિનારનો લાભ લેવા ઇચ્છુકોએ લોકવિજ્ઞાન કેન્દ્રના ફોન નંબર ૦૨૮૧-૨૪૪૯૯૪૦ અથવા મો.નં. ૯૯૭૮૮ ૨૫૮૨૯ ઉપર સંપર્ક કરી નોંધણી કરાવવી અનિવાર્ય છે, તેમ લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટરશ્રી ડો. રમેશભાઈ જે. ભાયાણીની યાદીમાં જણાવાયું છે.








