
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં રાજ્યના અન્ય પ્રદેશો કરતા વધારે પ્રમાણમાં ઘટાદાર વનો મોટી માત્રામાં આવેલ છે.વન અધિનિયમ 2006 પ્રમાણે વનોમાં થતી વન્યપેદાશો પર આદિવાસીઓનો અધિકાર હોવા છતાં વનવિભાગ દ્વારા આદિવાસીઓ પર ઘણીવાર અમાનુષી અત્યાચાર ગુજારવાના કિસ્સાઓ છાપાઓ અને સોશિયલ મીડિયામાં આવતા હોય છે.હાલમાંજ થોડા દિવસો પહેલા કપરાડામાં આદિવાસી ખેડૂતોના 60 જેટલા આંબાના ફળાઉ વૃક્ષો કાપી નાંખી બંગાળી બાવળ વાવવાની વનવિભાગ દ્વારા તજવીજ હાથ ધરાવતા કપરાડા આદિવાસીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળેલ હતો.અને આ બાબતનો ઉગ્ર વિરોધ થતાં વનવિભાગે પીછેહટ કરવી પડેલ હતી.આથી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં વનવિભાગની આડોડાઈ બંધ કરાવી સ્થાનિક આદિવાસીઓને કાયદાકીય જોગવાઈ અનુસાર જીવનજરૂરી વનપેદાશો મળી રહે એવી રીતનું આયોજન કરવા બાબતે દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લા કલેકટરોને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી.આ બાબતે મિડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જીલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ વનવિભાગ દ્વારા સાગ,બંગાળી બાવળ જેવા સામાન્ય જનમાનસને નહિવત ઉપયોગી થાય એવા વૃક્ષોનું વનીકરણ કરી દાણચોરીની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એના કરતાં આંબા,ફણસ,જાંબુ,મહુડા,ખાખરા, ટીમરું.તેમજ ઔષધિઓ ગુણો ધરાવતા સતાવરી,રંગત રોહિણી,અર્જુન સાદડ, લીંડી પીપર,સહિતના 326 જાતની વનસ્પતિઓ જે દક્ષિણ ગુજરાતના જંગલોમાં જોવા મળે છે તેવા વૃક્ષોનું વાવેતર કરી વનીકરણ સાર્થક કરવાની તેમજ ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓનું રીસર્ચ સેન્ટર ખોલવાની માંગણી કરેલ છે.