જંબુસર તાલુકામાં આવેલ દહરી ગામે સોલર પાવર પ્રોજેક્ટના કમ્પાઉન્ડમાં તા.૧૬ – ૯ -૨૩ ના રોજ કોઈ હરામ ખોરોએ પ્રવેશ કરી વિવિધ પ્રકારના કુલ ૩ , ૪૦ ,૬૮૬ (ત્રણ લાખ ચાલીસ હજાર છસો છ્યાસી ) ની કિંમતના ૮૧૧ મીટર એલ્યુમિનિયમનાં વાયરોની રાત્રિના સમયે ચોરી કરી નાસી છૂટવામાં સફળ પુરવાર થયા હતા.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે રહેતા ગણેશરામ માંગીલાલ માલી જંબુસર તાલુકાનાં દહરી ગામની સીમમાં આવેલ એજ્યુર પાવર કંપનીમાં આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દરમિયાનમાં તેમના પાવર હાઉસ પ્રોજેક્ટમાં કામગીરી કરવાની હોય ત્યાં વિવિધ એલ્યુમિનિયમનાં વાયરો સહિતનો સામાન લાવીને મૂકવામાં આવ્યો હતો. દરમિયાનમાં તેમના આ સોલર પાવર પ્રોજેક્ટ સંકુલમાંથી ચોરી થઈ હોવાની માહિતી મળતા તેમણે પ્રોજેક્ટ ખાતે આવ્યા હતા .અને ત્યાં મુકેલા મુદ્દા માલની તપાસ કરતાં તેમાંથી અલગ અલગ ક્ષમતાના કુલ ૩,૪૦,૬૮૬ લાખની મત્તાના ૮૧૧ મીટર વાયરોની ચોરી થઈ હોવાનો માલમ પડ્યું હતું. ઉપરોક્ત બાબત અંગે સોલર પાવર પ્રોજેક્ટમાં ખાનગી ધોરણે નોકરી કરતા આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર ગણેશરામ માંગીલાલ માલીએ કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાવી પોલીસે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





