GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં જામસર ચોકડી થી માટેલ સુધી નો રોડ તદ્દન બિસ્માર હાલતમાં! લોકો ત્રાહિમામ!

MORBI:મોરબી જિલ્લામાં જામસર ચોકડી થી માટેલ સુધી નો રોડ તદ્દન બિસ્માર હાલતમાં! લોકો ત્રાહિમામ!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે ખોડીયાર માતાજીનું સુપ્રસિદ્ધ સ્થાન માટેલ ધામ આવવા માટે માય ભક્તો અને સેવકો માં અનેરો થનગનાટ જોવા મળ્યો છે અને જ્યાં ઢુવા બાજુથી સારો રોડ છે બાકીના જામસર બાજુથી આવતો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે. આ બાબતે વાત કરીએ તો માટેલ ગામના પાછળના વિસ્તારથી જામસર અને આજુબાજુનાં ૧૦ થી ૧૨ ગામનો અવરજવર નો રોડ જામસર ચોકડી થી માટેલ છે અને આ રોડ તદ્દન ભંગાર હાલતમાં છે આ વિસ્તારના લોકોએ આ રોડની સુવિધા કે સુખ ક્યારે અનુભવ્યું નથી તે રોડની દૂરદર્શતા ઉપરથી જોઈ શકાય છે. અને રોડની આ દુરદર્શન માટે માર્ગ મકાન કચેરી, ખાણ ખનીજ કચેરી અને આરટીઓ કચેરી સંયુક્ત પણે જવાબદાર છે તેવું આ વિસ્તારના લોકો આક્ષેપ સાથે કહી રહ્યા છે. જેમાં આ રોડ બનાવતી માર્ગ મકાનની એજન્સી મટીરીયલ હલકા પ્રકારનું નાખીને ગુણવત્તા જાળવવામાં આવતી નથી. તો અહીં ૨૪ કલાક ખનીજદ્રવ્યો થી ભરેલા ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે અને આ ઓવરલોડ ના કારણે રોડ ચાર છ કે આઠ મહિનામાં ભુક્કા બોલી જાય છે. આ ખનીજ ચોરી રોકવી તે ખાણ ખનીજ શાખા ની જવાબદારી છે. તો સુપ્રીમ કોર્ટ નાં હુકમ મુજબ ઓવરલોડ ડમ્પરો પકડી ને અંડરલોડ કરવાની જવાબદારી આરટીઓ કચેરી ની છે. પણ ખાણ ખનીજ શાખા અને આરટીઓ કચેરી બન્ને આ ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરો પકડવામાં નિષ્ફળ ગયા છે તે આ ભંગાર હાલતમાં રહેલા રોડ જોઈ ને કહેવાઇ રહ્યુંછે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button