TANKARA:ટંકારાના લજાઈ રોડ પર કારમાં દારૂ અને બિયર હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

TANKARA:ટંકારાના લજાઈ રોડ પર કારમાં દારૂ અને બિયર હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા
218 દારૂની બોટલ, ચપલા અને 72 બીયર ના ટીન કબજે કરી કાયેદ્સરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસની ટીમે પેટ્રોલીગ હતી ત્યારે લજાઇ રોડ પર કેનાલ પાસે એક GJ01RD-7157 નબર ની શંકાસ્પદ કાર જોવા મળતા પોલીસે તે કાર ચેક કરતા જેમાં પાછળના સીટના ભાગે જુદી જુદી બ્રાન્ડની 175 બોટલ જેની કીમત રૂપિયા 57,640 તેમજ બીયર નગ 72 જેની કીમત રૂપિયા 7200, તેમજ દારૂના ચપલા નગ 43 જેની કીમત રૂપિયા 4300 તેમજ કારની કીમત રૂપિયા 2 લાખ આમ કુલ મળીને 2.69 લાખના મુદામાલ સાથે કારમાં બેઠલા રવિભાઇ ભાવેશભાઇ રામાનુજ રહે લજાઇ અને મનિષભાઇ પ્રભાતભાઇ વિઠલાપરા રહે- ધ્રવનગર નામના બેન શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો અને કેટલા સમયથી આ દારૂનો જથ્થો આવતો હતો તેની વધુ તપાસ ટંકારા PSI એમ.જે.ધાંધલ ચલાવી રહ્યા છે.








