
તા.૨૩ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજ્ય સરકાર દ્વારા પ્રસૂતા માતા અને નવજાત શિશુને વિના મૂલ્યે સલામત રીતે તેમના ઘરે પહોંચાડવા માટે અમલી “ખિલખિલાટ” સેવા માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પ્રસુતા માતાને ૯ મહિના સુધી તથા નવજાત શિશુને ૧ વર્ષ સુધી ઘરેથી સરકારી સંસ્થા અથવા સરકારી સંસ્થાથી ઘર સુધી સહી સલામત લેવા મુકવા માટે વિના મૂલ્યે આ સેવા રાજયસરકારે ઉપલબ્ધ બનાવી છે.

ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં કાર્યરત “ખિલખિલાટ” વાનની રાજકોટ જિલ્લાની વિગતો આપતાં ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોજેક્ટ મેનેજરશ્રી અભિષેક ઠાકર અને જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કાર્યરત ૨૬ ખિલખિલાટ વાનનો એપ્રિલ માસમાં ૧૮,૫૨૨ સહિત ૧૧.૬૧ લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો છે. જેમાં એપ્રિલ માસમાં પ્રસુતિ પહેલા ૧૫૨૫, પ્રસુતિ બાદ ૬૪૪, ૧ વર્ષ સુધીના ૫૩૧ સહીત કુલ ૨૭૦૦ લોકોને ઘરેથી હોસ્પિટલ તથા પ્રસુતિ પહેલા ૩૧૫૬, પ્રસુતિ બાદ ૮૮૬, ૧૪૫૩ માતાઓ, ૧ વર્ષ સુધીના ૧૮૧૧ સહીત કુલ ૭૩૦૬ લોકોને હોસ્પિટલ થી ઘરે પહોંચાડવાની સેવા મેળવી છે.
રાજકોટમાં આ સેવા શરૂ થયાથી લઈને અત્યાર સુધીમાં પ્રસુતિ પહેલા ૫૯૩૨૪, પ્રસુતિ બાદ ૧૭૨૯૩, ૧ વર્ષ સુધીના ૨૩૦૦૯ સહીત કુલ ૯૯,૬૨૬ લોકોને ઘરેથી હોસ્પિટલ તથા પ્રસુતિ પહેલા ૧૪૯૪૭૫, પ્રસુતિ બાદ ૨૪૮૪૮, ૧૫૧૯૬૫ માતાઓ, ૧ વર્ષ સુધીના ૧૫૬૫૬૧, અન્ય ૮૨૮૭ સહીત કુલ ૪૯૧૧૩૬ લોકો ખિલખિલાટની મદદથી હોસ્પિટલથી ઘરે પહોંચ્યા છે.








