દાહોદ 181 અભયમ એ રેલ્વે સ્ટેશન પર બીજા રાજ્યની માનસિક અસ્વસ્થ મહિલા ભૂલી પડતા 181 અભયમ મદદતે પહોંચી

તા.૩૦.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ 181 અભયમ એ રેલ્વે સ્ટેશન પર બીજા રાજ્યની માનસિક અસ્વસ્થ મહિલા ભૂલી પડતા 181 અભયમ મદદતે પહોંચી
દાહોદ તાલુકાના જેકોટ રેલ્વે સ્ટેશન પર ડાયનામિક ટ્રસ્ટની ટીમની જાણ કરવામાં આવેલ કે એક મહિલા અસ્વસ્થ મળી આવેલ છે આથી ડાયનામિક ટ્રસ્ટની ટીમે 181 અભયમ ને કોલ કરી જાણ કરેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ જાણ થતા રેલવે સ્ટેશન જેકોટ પર પહોંચી. 181 અભયમ ટીમના કાઉન્સિલર કોમલ પરમાર અને તેમની ટીમએ મહિલાનું કાઉન્સિલિંગ કરેલ. મહિલા રડતી હતી તો 181 ટીમએ સાંત્વના આપેલ. રડતી બંધ કરી અમે તમારી પૂરી મદદ કરશુ.તમે એકલા નથી અમે તમારી સાથે છીએ. મહિલાને વિશ્વાસ અપાવેલ. મહિલા શારીરિક અને માનસિક અસ્વસ્થ હતા. મહિલાએ જણાવ્યા મુજબ તે બીજા રાજ્ય બિહારના છે તેવું બતાવેલ અને તે વિધવા છે .બે છોકરા હોવા છતાં મહિલા અલગ રહે છે મહિલાએ જણાવેલ કે મારું કોઈ નથી આથી 181 ટીમએ મહિલાને કાયદાકીય માર્ગદર્શન સલાહ સૂચન અને મહિલા લક્ષી યોજનાકીય જે ગંગાસ્વરૂપ આ યોજના જેમાં વિધવા મહિલાને રૂપિયા 1250/ દર મહિને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે .મહિલા જોડે તેના પરિવાર કે દીકરાઓના મોબાઈલ નંબર નથી.આથી મહિલાને તેના પરિવારનો કોન્ટેક થાય ત્યાં સુધી મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આશ્રય અપાવેલ મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરે.