
MORBI:મોરબીના રાણીબા ચકચારી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં બાકી નીકળતો પગાર લેવા ગયેલા અનુસૂચિત જાતિના યુવકને ઢોરમાર મારવાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં એક આરોપી જામીન પર બહાર છે જ્યારે બાકીના રાણીબા સહિતના આરોપીઓ હાલ જેલમાં રહેલા છે.

મોરબીના અનુસૂચિત જાતિ સમાજના નિલેશભાઈ દલસાણીયા નામના યુવાનને પગારના બદલે ચામડાના પટ્ટાથી ઢોર માર મારવાના કેસમા વધુ એક આરોપી જેનીથ ઉર્ફે જેનિયો નરેન્દ્રભાઈ ભીમાણીની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં એક આરોપી ડી.ડી.રબારી હાલ જામીન પર બહાર છે જ્યારે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, રાજ પટેલ, ઓમ પટેલ, ક્રિશ વડ્સોલા, પ્રીત મેરજા, પરીક્ષિત ભગલાણી નામના છ આરોપી હાલ મોરબી સબ જેલમાં બંધ છે. ત્યારે આ રાણીબા ચકચારી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થતાં આરોપીઓનો કુલ આંક આઠ પર પહોંચ્યો છે.
[wptube id="1252022"]








