BANASKANTHAGUJARATPALANPUR

માનનીય શ્રી ડો.અમોલ પાટીલ સાહેબ, રિજીયોનલ ડાયરેક્ટર, H&FW, GOI ની અધ્યક્ષતામા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામ- આંબેથા ખાતે યોજાઈ.

5 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ અંતર્ગત ગામ – આંબેથા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવેલ જેમાં ડૉ. અમોલ પાટીલ સાહેબ, રિજીયોનલ ડાયરેકટ સાહેબ ના અધ્યક્ષતામાં હતી. જેમાં પાલનપુર તાલુકાના મામલતદાર શ્રી , તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિપક અનાવાડિયા, મેડીકલ ઓફિસર રતનપુર ડૉ. નવીન ચૌહાણ , ભાજપ મહામંત્રી ભીખુસિંહ ડાભી, ગામ – ભાગળના સરપંચશ્રી કેતનભાઈ ચૌધરી અને આંબેથા ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, શિક્ષકશ્રી, આરોગ્ય નો તમામ સ્ટાફ અને આંબેથા ગામના તમામ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા. આ વિકસિત સંકલ્પ યાત્રા મા અંત્યોદય પરિવારના તમામ સભ્યોના PMJAY કાઢી 100% કામગીરી પૂર્ણ કરેલ. તથા તમામ આવેલ લાભાર્થીનું NCD સ્કીનિગ, આભા કાર્ડ, ટીબી ની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના લાભ લીધેલ લાભાર્થીઓ દ્રારા યોજના વિશે પોતાનું મંતવ્ય આપેલ હતું અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો.

[wptube id="1252022"]
Back to top button