MORBI CITY / TALUKOTANKARA
ટંકારા:રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજ ની 723 મી જન્મજયંતિ ની ભાવપૂર્ણ ઉજવાય..

ટંકારા:રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજ ની 723 મી જન્મજયંતિ ની ભાવપૂર્ણ ઉજવાય..

આજરોજ તા.14 પોષ વદ સાતમ એ ટંકારા મુકામે ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ શ્રી રામાનંદાચાર્યજીની 723મી જન્મજયંતિ નિમિત્તે સાધુ સમાજ એકત્ર થયો. સૌ જ્ઞાતિજનો એ સમૂહ ભોજન કર્યું. આ મહાપ્રસાદ ના દાતા પ્રમુખશ્રી આર.સાહેબ હતા. કાર્યક્રમની શરૂઆત કથાકાર શ્રી રસિકભાઈ રામાયણી એ આગવી શૈલી માં કરી.ત્યારબાદ મોજ ના તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યું જેમાં શિલ્ડ સ્વ. વિશાલભાઈ અનીરુદ્ધભાઈ અગ્રાવત તરફથી આપવામાં આવેલ.પછી કમિટીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે આર.સાહેબ અને મંત્રી પદે નરેન્દ્રભાઈ કુબાવતની નિમણૂક કરવામાં આવી.ત્યાર બાદ સમૂહ ભોજન કર્યું.અને જય સીયારામ ના નાદથી રામદેવ પીર મંદિર ગુંજી ઉઠ્યું.

[wptube id="1252022"]








