ફતેપુરા તાલુકાના ડુંગર ગામના નિરાધાર બાળકોના મકાન ના પતરા અવિરત વરસાદ અને વાવાઝોડા ના કારણે ઉડી ગયા.
ઘરમાં મુકેલ અનાજ પલળી ગયું અને ઘરમાં મુકેલ અન્ય ચીજ વસ્તુઓ પણ પલળી જતા ભારે નુકશાન.

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાના છેવાડા ગામ ડુંગર ગામના ભૂરીડાબરી ફળિયાના માં રહેતા તાવીયાડ રાજુભાઈ નાનજીભાઈ કે જેઓ 2016માં અવસાન પામ્યા હતા તેમને ત્રણ છોકરીઓ અને બે છોકરા કે જેઓ નિરાધાર છે.અને ઘરમાં એક ડોશીમાં હકરીબેન નાનજીભાઈ તાવીયાડ ઉ.વ. આશરે 86વર્ષ કે જેઓ છેલ્લા 4વર્ષ થી પેરાલિસિસ ના લીધે પથારીવસ છે. દાહોદ જીલ્લામાં આવેલ કમોસમી વરસાદ સને વાવાઝોડા ના કારણે છ નિરાધાર બાળકોના મકાન ના પતરા ઉડી ગયા હતા. અચાનક આવેલી આકાશી આપત્તિ બાળકોમાં ઘબરાય ગયા હતા અને બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા તેમના કાકા ને બોલાવી પેરાલીસીસ થયેલ ડોશીમા ને બાજુના મકાનમાં લઈ ગયા હતા અને બાળકો માટે રહેવા જમવાની વ્યવસ્થા રાતો રાત કરવામાં આવી હતી ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્યના પતિ ટીનાભાઇ પારગીને થતા તેઓ રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે આવી બાળકો માટે તમામ પ્રકારની મદદ સરકાર દ્વારા અપાવા માટે આશ્વાસન આપ્યું હતું અને તેમના દ્વારા અન્ય બનતી તમામ મદદ કરવા જણાવ્યુ હતું. તંત્ર નો સમ્પર્ક કરતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા અપાતી તમામ પ્રકારની સુવિધાઓ નો લાભ પુરે પૂરો અપાવીશું. આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડુંગર ગ્રામપંચાયતના તલાટી બેન ને આદેશ કરાતા તેઓએ ઘટના સ્થળ ની મુલાકાત લીધી હતી. અને નિરીક્ષણ કર્યું હતુઁ.અને તલાટી બેન દ્વારા જણાવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા મળતી તમામ પ્રકારની યોજનાઓ નો લાભ અપાવીશું. ત્યારે સાંમાજિક કાર્યકર મેહુલ તાવિયાડ દ્વારા સ્થળ મુલાકાત લઈ સાંત્વનાં પાઠવી ફાળો કરી બનતી તમામ મદદ કરવા જણાવ્યું હતું.