

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
દાહોદ જીલ્લામાં દેહ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પશુ-પંખીઓની સ્થિતિ કફોડી બની છે વાદળોની આવન-જાવન વચ્ચે અસહ્ય બફારો અને ઉકળાટથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ફતેપુરા નગર સહિત દાહોદ જીલ્લામાં બપોરના સુમારે તાપમાનનો પારો 44 ડિગ્રી વટાવી દેતા લોકો આકરી ગરમીમાં રીતસરના શેકાયા હતા રોડ રસ્તા સૂમસામ બન્યા હતા બપોરે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ ફતેપુરા નગરમાં પ્રવર્તી રહ્યો હતો. ગરમી અગાઉના વર્ષોના તમામ રેકોર્ડ તોડી રહી હોય તેમ સૂર્યદેવનું રૌદ્ર સ્વરૂપ જોઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ફતેપુરા નગરમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો ઘર અને ઓફિસમાં પૂરાઈ રહેવાનું મુનાસિબ સમજી રહ્યા છે બપોરના સમયે તો ફતેપુરા નગરમાં 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોચ્યો હોવાથી રસ્તાઓ પર એકલ દોકલ વાહનો નજરે પડતા હતા. ટુવ્હીલર કે મોપેડ પર જનારાઓ આગ ઝરતી ગરમીથી બચવા માટેના વસ્ત્રો પહેરીને નિકળતા નજરે પડયા હતા.લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવવા લીંબુ શરબત અને ઠંડા પીણા પીને ટાઢક મેળવી રહ્યા છે જીલ્લા આરોગ્ય વિભાગે હીટવેવથી બચવા માર્ગદર્શિકા બહાર પાડી છે