પ્રા.આ.કેન્દ્ર બગથળા દ્વારા હરી નકલંક વિદ્યાલય માં એડૉલેસેન્ટ હેલ્પ અંતર્ગત મૂંઝવણ માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

પ્રા.આ.કેન્દ્ર બગથળા દ્વારા શ્રી હરી નકલંક વિદ્યાલય માં એડૉલેસેન્ટ હેલ્પ અંતર્ગત મૂંઝવણ માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. કવિતાબેન દવે ની સૂચના અને મોરબી તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડિયા માં માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર બગથળા ના બગથળા ગામે આવેલી શ્રી હરી નકલંક વિદ્યાલય ખાતે એડૉલેસેન્ટ હેલ્થ અંતર્ગત “મૂંઝવણ માં માર્ગદર્શન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર શ્રી ડો.હિરેન વાસદળિયા ના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર શ્રી ડૉ. સંતોષબેન બોપલીયા, દ્વારા વિધાર્થીઓને એડૉલેસેન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં શ્રી હરી નકલંક વિદ્યાલય ની 63 કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. મેનસ્ટ્રુઅલ હાયજીનના અભાવે તથા ઇન્ફેક્શન, તેમજ સ્ત્રીરોગ વિષે માહિતગાર કર્યા. તેમજ આર.બી. એસ.કે મેડિકલ ઓફિસર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળના શીક્ષકો એ પણ હાજરી આપી હતી. તેમજ કાર્યક્રમ અંતે પ્રા.આ.કેન્દ્ર બગથળા દ્વારા દરેક કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય શ્રી તેમજ અન્ય શિક્ષકો એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.