PADDHARIRAJKOT

પડઘરી ખાતે પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંકના અધ્યક્ષ સ્થાને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

તા.૨૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગ્રામ્ય કક્ષાએ ૧૧૫ અને તાલુકા કક્ષાએ ૬૨ સહિત કુલ ૧૭૭ અરજીઓ મળી

“સ્વાગત કાર્યક્રમને કારણે આજે ઘર આંગણે જ સરળતાથી મારા પ્રશ્નોનું નિરાકરણ થયું” મનોજભાઈ પેઢડીયા (અરજદારશ્રી)

જનજનની સુખાકારી માટે પાયાની કામગીરી કરતી રાજ્ય સરકારે લોકોની મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૩માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને વર્ષ ૨૦૨૩ના એપ્રિલ માસમાં સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારના છેલ્લા ૨૦ વર્ષથી લોકાભિમુખ વહીવટને ચરિતાર્થ કરતા “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ રાજકોટ જિલ્લામાં પ્રાંત અધિકારીશ્રી (ગ્રામ્ય) વિવેક ટાંકના અધ્યક્ષ સ્થાને પડધરી ખાતે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજાયો હતો.

આ “તાલુકા સ્વાગત કાર્યક્રમ”માં ગ્રામ્ય કક્ષાએ ૧૧૫ અને તાલુકા કક્ષાએ ૬૨ અરજીઓ સહિત કુલ ૧૭૭ અરજીઓ મળી હતી. જેને પ્રાંત અધિકારીશ્રીએ સાંભળીને અરજદારોના પ્રશ્નોનું ત્વરીત નિવારણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સમયમર્યાદામાં ઘટતી કામગીરી પૂર્ણ કરવા ભાર મુક્યો હતો. ઉપરાંત ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી અને અધિકારીઓને સમયાંતરે જનતાની વચ્ચે જઈને તેમને સાંભળવા, સમજવા અને તેમની મુંઝવણોને સમજીને ફોલોઅપ લેવા જણાવ્યું હતું. તેમજ સરકારની પારદર્શક વહીવટી પ્રક્રિયાનો ભાગ જનતા બને તે માટે ગ્રામજનોને જરૂરી માહિતી પૂરી પાડીને જાગૃત કરવા જણાવ્યું હતું.

ઘર આંગણે જ થયું પ્રશ્નોનું નિરાકરણ

જમીન માપણીના રિ-સર્વેના પ્રશ્ન અંગે પડધરી તાલુકા સ્વાગતમાં આવેલ થોરીયાળી ગામના સરપંચશ્રીએ મનોજભાઈ પેઢડીયાએ જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમને કારણે ગામડામાં રહેતા લોકોને ઘણી રાહત થઈ છે. આજે કોઈપણ મુંઝવણ હોય તો સ્વાગત કાર્યક્રમને કારણે અમારા જ ગામમાં પ્રશ્નોનું સરળતાથી નિરાકણ થઈ જાય છે. અધિકારીઓ ખુદ અમને સાંભળીને યોગ્ય ઉકેલ કરી આપે છે. પ્રશ્નોના નિવારણ માટે શહેરની કચેરીઓમાં જવું નથી પડતું. આજે સ્વાગત કાર્યક્રમમાં ઘર આંગણે જ સરળતાથી મારા પ્રશ્નનું નિરાકરણ થયું છે.

આદરપૂર્વક મળે છે સંતોષકારક જવાબ

અમારા નાનાવડા ગામમાં પેવર બ્લોક, પાણીની પાઇપલાઇન અને સ્મશાનમાં પતરા નાખવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને પાણી બાબતેની મુશ્કેલીઓ ઓછી થાય તે માટે પાણીની પાઇપલાઇનની કામગીરી સત્વરે શરૂ થાયે તે માટે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેનો અમને આદરપૂર્વક સંતોષકારક જવાબ પ્રાંત અધિકારીશ્રી પાસેથી મળ્યો છે અને અમને વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે એક અઠ્ઠવાડિયામાં ગામમાં પેવર બ્લોક અને પાઈપ લાઈનની કામગીરી શરૂ થઈ જશે તેમ મોહનભાઈએ કહ્યું હતું.

આ તકે તાલુકાના સી.ડી.પી.ઓ શ્રી અનસુયાબેન ભેંસદડિયા, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. વી.વી. ગોરીયા, પી જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વી.બી.મેરુ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી બી.ઓ.વાલા, શ્રી ડી.વી.મોરડીયા, સહિતના આરોગ્ય, સિંચાઈ, માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button