ENTERTAINMENT

‘વેલકમ ટૂ જંગલ’ સંજય દત્તે છોડી દીધી

મુંબઈ : અક્ષય કુમાર સહિતના કલાકારોની ફિલ્મ ‘વેલકમ ટૂ જંગલ’ સંજય દત્તે છોડી દીધી છે. આ ફિલ્મની કોઈ સ્ક્રિપ્ટ જ ફાઈનલ થઈ નથી અને ફાવે તેમ આડેધડ કોમેડી સીન્સનું ટૂકડે ટૂકડે શૂટિંગ થઈ રહ્યું છે. કોઈ પાત્રનો શું રોલ છે તે પણ સ્પષ્ટ નથી. આ બધી લાલીયાવાડીથી ત્રાસી સંજયદત્તે આ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે.  જોકે, સંજય દત્ત આ ફિલ્મ માટે આશરે ૧૫ દિવસનુ શૂટિંગ કરી ચૂક્યો છે. હવે તેના આટલાં શૂટિંગને ફિલ્મમાં કેમિયો તરીકે રાખવું કે પછી તેનો પાર્ટ સાવ કાઢી જ નાખવો તેની મૂંઝવણ સર્જકો અનુભવી રહ્યા છે.  ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અનિલ કપૂર, પરેશ રાવલ, રવિના ટંડન, સુનિલ શેટ્ટી  સહિતના કલાકારો છે. જોકે, ટ્રેડ  વર્તુળોના જણાવ્યા અનુસાર અગાઉ ૨૦૦૭માં આવેલી ‘વેલમકમ’ તથા ૨૦૧૫માં આવેલી ‘વેલકમ બેક’ ફિલ્મોની ગૂડવિલને વટાવી ખાવા  બનાવવા ખાતર ફિલ્મ બનાવાઈ રહી છે. થોડા પૈસા રોકી કોમેડી સીન્સ આડેધડ જોડીને પ્રોજેક્ટ પૂરો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ફિલ્મનું કોઈ પ્લાનિંગ કરાયું જ નથી અને કલાકારો સેટ પર  પહોંચે ત્યારે તેમને ખબર પડે છે કે સ્ક્રિપ્ટમાં અને તેમના પાત્રમાં અનેક ફેરફારો થઈ ચૂક્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button