ENTERTAINMENT

શહેનાઝ ગિલ માટે ‘સિડનાઝ’ શબ્દ વાપરતાં ફેન્સ પર બગડ્યો સલમાન ખાન

સલમાન ખાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને પ્રમોટ કરવા માટે તેની આખી સ્ટારકાસ્ટ સાથે ધ કપિલ શર્મા શો પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે શહેનાઝના ફેન્સને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ તેને વારંવાર સિદ્ધાર્થનું નામ યાદ કરાવીને હેરાન ન કરે. શહેનાઝ પણ સલમાન ખાન સાથે સહમત હતી અને તેણે તેની લવ લાઈફ વિશે પણ વાત કરી હતી.

સિદ્ધાર્થ શુક્લા વિશેની પોસ્ટ કરે છે પરેશાન

સલમાન ખાન પૂજા હેગડે, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ સહિત તેની આખી ટીમ સાથે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો.     તેણે દરેકનો પરિચય કરાવ્યો અને જ્યારે શહેનાઝનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેના ફેન્સ તેને મૂવ ઓન કરવા દેતા નથી. દરરોજ સિદ્ધાર્થ શુક્લા વિશે સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરે છે અને શહનાઝ તેનાથી પરેશાન થઈ જાય છે.

મૂવ ઓન કરવા તૈયાર છે શહેનાઝ

સલમાન ખાને કહ્યું કે ‘સિડનાઝ’ કહેનારાઓએ વિચારવું જોઈએ કે સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી. તો શું તેને મૂવ ઓન કરવાનો અધિકાર નથી? આના પર શહનાઝે જવાબ આપ્યો કે હા હું તૈયાર છું, લાઈફમાં પ્રેમ કરવા માટે, મુવ ઓન કરવા માટે. જેના પર કપિલે મજાકમાં કહ્યું કે એવું કહો કે કોઈ એવી વ્યક્તિ મળે જે તમને પ્રેમ કરે. તો શહેનાઝ આના જવાબમાં કહે છે કે “હું જ પ્રેમ કરાવી લઈશ.” શહેનાઝનું નામ આજકાલ તેના કો-સ્ટાર રાઘવ જુયાલ સાથે જોડવામાં આવી રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button