રણબીર-શ્રદ્ધાની ફિલ્મ ‘તુ જૂઠ્ઠુી મેં મક્કાર’ 11માં દિવસે કમાણી મામલે 100 કરોડની ક્લબમાં થઈ સામેલ

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘તુ જૂઠ્ઠુી મેં મક્કાર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મે પહેલા જ અઠવાડિયામાં જોરદાર કમાણી કરી હતી. બીજું અઠવાડિયું થોડું સુસ્ત રહ્યું, પરંતુ તેમ છતાં ફિલ્મે ઘણી કમાણી કરી. આ ફિલ્મ હવે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ ‘તુ જૂઠ્ઠુી મેં મક્કાર’એ 100 કરોડને પાર કમાણી કરે છે.આ ફિલ્મે બીજા શનિવારે તેના પાછલાં દિવસ કરતા ડબલ કમાણી કરી હતી. શુક્રવારના રોજે ફિલ્મે 3.50 કરોડની કમાણી કરી હતી, જયારે બીજા શનિવારે આ ફિલ્મે 6 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મનું શનિવારનું કલેક્શન છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં સારું હતું. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 102.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
લવ રંજનના ડાયરેકશન હેઠળ બનેલી ફિલ્મ ‘તુ જૂઠ્ઠુી મેં મક્કાર’ 100 કરોડનો આંકડો વટાવનાર કોરોના મહામારી પછીની 7મી ફિલ્મ છે. તેમજ આ વર્ષની બીજી ફિલ્મ છે જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.