MORBI:મોરબી મહેન્દ્રસિંહ જી સાયન્સ કોલેજ મોરબી ખાતે એનસીસી કેડેટ એ પરીક્ષા પૂર્ણ કરતા વિદાય સમારોહ યોજાયો


શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્રસિંહ જી સાયન્સ કૉલેજ મોરબી ખાતે સીનીયર ડિવિઝન એનસીસી કેડેટ કે જેઓ એ C સર્ટીફીકેટ ની પરીક્ષા પૂર્ણ કરી હતી તેમનો ખૂબ જ દબ દબા ભેર વિદાઈ સમારંભ યોજવામાં આવેલ હતો .જેમાં નવા નિયુક્ત સીનીયર અન્ડર ઓફિસર આયુષ ડાભી તેમજ એંકર ધૃમિ દવે તથા સંબિતા ચૌધરી તેમજ તમામ પ્રથમ દ્વિતીય વર્ષ ના કેડેટો એ ખૂબજ મહેનત કરી હતી.કાર્યક્રમ માં અતિથિ વિશેષ ભૂતપૂર્વ NCC ઓફિસર કેપ્ટન શર્મા તેમજ ત્રણે કૉલેજ ના પ્રિન્સિપાલ શ્રી તથા સાયન્સ કોલેજ ના તમામ પ્રોફેસર શ્રી હાજર હતા.નવા નિયુક્ત પામેલ ncc officer શ્રી ચૌધરી સાહેબ તેમજ આ કૉલેજ ના પ્રિન્સિપાલ શ્રી માંડવીયા સાહેબ જણાવે છે કે કાર્યક્રમ નું તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું

અને કાર્ય ક્રમ ના અંતે વિદાઈ પામતા કેડેટ માં SUO જય હડિયલ,UO સંધ્યા સોલંકી , સાગર ગિરિ ગોસાઈ, ગૌતમ રાઠોડ ,, હેતલ રાઠોડ કૃપાલી સંચાનીયા, કોમલ ઝીંઝુવાડિયા, સંજના શેખાણી,તેમજ અભિષેક જડફા, પાથર દિવ્યેશ તથા બ્રીજરાજસિંહ તમામે NCC તથા તેમના રાષ્ટ્રીય સ્તર કેમ્પ ના અનુભવો જણાવ્યા હતા.સર્વોદય એજ્યુકેશન સોસાયટી ના ટ્રસ્ટી શ્રી રજની ભાઈ મહેતા તેમજ દેવાંગ ભાઈ દોશી સાહેબે સૌ ને શુભેચ્છા પાઠવેલ હતી








