ENTERTAINMENT

કિંગ ખાનને હોસ્પિટલમાંથી અપાઈ રજા

અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયતમાં સુધારો થયો છે. ડિસ્ચાર્જ બાદ શાહરૂખ અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર પ્લેનમાં મુંબઈ જશે.હાલમાં જ તેની મેનેજર પૂજા દદલાનીએ શાહરૂખ ખાનના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપી હતી. કિંગ ખાનની મેનેજરે પોસ્ટ શેર કરીને લખ્યું કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે.પૂજાએ લખ્યું – હું ખાનના તમામ શુભેચ્છકો અને ચાહકોને કહેવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા સારી છે. તમારા બધા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર.

[wptube id="1252022"]

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button