ENTERTAINMENT

Kangana Ranauts : કંગના રનૌતની ફિલ્મ Tejas ઊંધા માથે પછડાઈ

કંગના રનોતની ફિલ્મ તેજસ ચર્ચામાં છે. કંગનાની તેજસ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે અને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. તેજસમાં કંગના એક એરફોર્સ પાયલટના પાત્રમાં નજર આવી છે. જેટલી આ ફિલ્મ પાસેથી આશા હતી તેની પર પાણી ફેરવાઈ ગયુ છે. લોકોની સાથે ક્રિટિક્સને પણ આ ફિલ્મ કંઈ ખાસ ગમી નથી. ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન સામે આવી ગયુ છે જેને જોઈને કહી શકાય કે તેની હાલત સારી નથી.

કંગના રનોતની ગત ઘણી ફિલ્મો ફ્લોપ રહી છે જેના કારણે તેજસથી લોકોને આશા હતી. ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ પરંતુ હકીકતમાં આ ફિલ્મ પસંદ કરવામાં આવી રહી નથી. કંગનાની તેજસની કમાણી કરોડોમાં પણ થઈ નથી.

કંગના રનોતની તેજસને પહેલા દિવસે ખૂબ જ ઓછા લોકો જોવા ગયા છે. રિપોર્ટ અનુસાર તેજસે પહેલા દિવસે માત્ર 50 લાખનો બિઝનેસ કર્યો છે. જે ખૂબ જ ઓછો છે.

તેજસની જો આવી જ હાલત રહી તો આ ફિલ્મ વીકેન્ડ બાદથી જ થિયેટરમાંથી હટી શકે છે. જોકે વીકેન્ડ પર ફિલ્મની કમાણી વધવાની આશા કરવામાં આવી રહી છે.

કંગના રનોતની તેજસની સાથે રાધિકા મદન અને નિમરત કૌરની સજની શિંદે કા વાયરલ વીડિયો પણ રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક પાસેથી સારા રિવ્યૂ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે તેજસને સર્વેશ મારવાહે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કંગનાની સાથે અંશુલ ચૌહાણ, વરુણ મિત્રા, આશીષ વિદ્યાર્થી અને વિશાખ નાયર મહત્વના પાત્રમાં નજર આવ્યા છે.

[wptube id="1252022"]
Back to top button