ENTERTAINMENT

‘તે મારા મોર્ફ કરેલા ન્યૂડ ફોટો પોર્ન સાઈટ પર વાયરલ કરશે’ : સ્વસ્તિકા મુખર્જી

બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘શિબપુર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ આ વખતે અભિનેત્રી ફિલ્મના કારણે નહીં પરંતુ અન્ય કોઈ કારણથી ચર્ચામાં આવી છે.  ફિલ્મની રિલીઝ પહેલા અભિનેત્રીએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે ફિલ્મ ‘શિબપુર’ના કો-પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેના વિશે સાંભળીને અભિનેત્રીના ચાહકો દંગ રહી જશે.
ઓટીટી પર આવેલી ‘કલા’ ફિલ્મ ઉપરાંત ‘પાતાલલોક’ વેબ સીરીઝથી જાણીતી બંગાળી અભિનેત્રી સ્વસ્તિકા મુખરજીએ તેની એક બંગાળી ફિલ્મના કો પ્રોડયૂસર દ્વારા પોતાના મોર્ફ કરાયેલા નગ્ન ફોટા ઈમેઈલ કરાયા હોવાની તથા આ ફોટા પોર્ન સાઈટ્સ પર વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે. સંદીપ સરકારના એક સહયોગી રવિશ શર્માએ પણ તેને મોર્ફ કરેલા ફોટાના ઈમેઈલ્સ મોકલ્યા હતા.  સ્વસ્તિકાની મેનેજરને પણ આવા ઈમેઈલ્સ મોકલાયા છે.
સ્વસ્તિકા મુખરજીની બંગાળી ફિલ્મ ‘શિબપુર’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. આ જ ફિલ્મના કો પ્રોડયૂસર સંદીપ સરકાર દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવી હોવાના આરોપો  સ્વસ્તિકાએ મૂક્યા છે. તેણે આ અંગે કોલકત્તાના ગોલ્ફ ગ્રીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાતં ઈસ્ટ ઈન્ડિયા મોશન પિકચર્સ એસોસિએશનમાં પણ જાણ  કરી છે. તેણે પોતાને સંદીપ સરકાર દ્વારા મોર્ફ ફોટા સાથે ધમકીના મેઈલ્સ મળ્યા છે તેની સ્કેન કરાયેલી નકલો પણ મોકલી છે.

સ્વસ્તિકાના જણાવ્યા અનુસાર ‘શિબપુર’ ફિલ્મના શૂટિંગ કે ડબિંગ દરમિયાન પણ તે ક્યારેય સંદીપ સરકારના સંપર્કમાં આવી નથી. અન્ય કો પ્રોડયૂસર જ તેના સંપર્કમાં રહેતા હતા. પરંતુ,  તે પછી તેને અચાનક જ ધમકીભર્યા ઈમેઈલ્સ મળ્યા હતા. આ ઈમેઈલ્સ સાથે સ્વસ્તિકાના મોર્ફ કરાયેલા નગ્ન ફોટા પણ હતા.

સંદીપે એવી પણ ધમકી આપી હતી કે પોત અમેરિકી નાગરિક છે અને અમેરિકી સરકારમાં પોતાના સારા સંબંધો છે. આથી જો સ્વસ્તિકા તેને તાબે નહિ થાય તો પોતે સ્વસ્તિકાને ક્યારેય અમેરિકન વીઝા નહિ મળવા દે.

[wptube id="1252022"]
Back to top button