ENTERTAINMENT

ગદર-2 એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો, 500 કરોડ ક્લબમાં સામેલ થઈ ફિલ્મ

તારા સિંહના રોલમાં સની દેઓલ અને સકીનાના રોલમાં અમીષા પટેલ 22 વર્ષ પછી ફરી એકવાર પડદા પર આવ્યા અને આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. જ્યારે આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી, ત્યારથી થિયેટરોમાં લોકોમાં આ ફિલ્મનો ઘણો ક્રેઝ જોવા મળ્યો. ગદર-2 શરૂઆતના દિવસથી જ બમ્પર કમાણી કરી છે. હવે આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

ગદર 2 જે ઝડપે કમાણી કરી રહી છે તે જોયા બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ પોતાના નામે કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મે તેની રિલીઝના 24માં દિવસે એટલે કે ચોથા રવિવારે અંદાજે 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે બાદ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2 એ 24 દિવસમાં કુલ 501.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગદર 2 એ વહેલી તકે 500 કરોડની ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મામલામાં અગાઉ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ નંબર વન પર હતી, જેને 500 કરોડની ક્લબમાં સામેલ થવામાં 28 દિવસનો સમય લાગ્યો હતો. પરંતુ માત્ર 24 દિવસમાં કમાણીનો આ આંકડો પાર કરવાની સાથે જ ગદર 2 એ પઠાણને હરાવીને નંબર વન પર પોતાનું સ્થાન બનાવી લીધું છે. જણાવી દઈએ કે, પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 ને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં 34 દિવસનો સમય લાગ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button