ENTERTAINMENT

બોલીવુડના એક્ટર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ OMG-2નું નવું પોસ્ટર શેર કર્યું

બોલીવુડના એક્ટર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ OMG-2નું નવું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં અક્ષય કુમાર મહાદેવના લુકમાં જોવા મળી રહ્યો છે. જો કે અક્ષય કુમારે અગાઉ પણ શિવના લુકમાં પોતાનું એક પોસ્ટર શેર કર્યું હતું, પરંતુ આ નવા પોસ્ટરમાં તેનો લુક ખૂબ જ નજીકથી અને ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અક્ષયના આ નવા પોસ્ટરને તેની આગામી ફિલ્મ માટે કાઉન્ટડાઉન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

પોસ્ટર પર મોટા અક્ષરોમાં ફિલ્મની રિલીઝ ડેટ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. જેથી જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના છેલ્લા ભાગમાં અક્ષય કુમાર શ્રી કૃષ્ણના અવતારમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પરેશ રાવલે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મ તે સમયની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.

પોસ્ટર શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, “બસ થોડા જ દિવસોમાં. ઓહ માય ગોડ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. ટીઝર પણ જલ્દી આવી રહ્યું છે.” ટાઈગર શ્રોફ, જેના માટે અક્ષય કુમાર હંમેશા પ્રેરણારૂપ રહ્યા છે, તેણે પોસ્ટ પર કોમેન્ટ કરી – પાજી ફાયર. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં સાથે કામ કરતા જોવા મળશે.

આ પોસ્ટ પર લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે, લોકોને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પરંતુ આદિપુરુષ બાદ લોકો થોડા સાવધ દેખાઈ રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી- મને આશા છે કે તમે ફિલ્મમાં હિંદુ ધર્મની મજાક નહીં ઉડાવો. આ ઉપરાંત અન્ય એક યુઝર્સે લખ્યું – અમને આવી ફિલ્મો જોઈએ છે. હાઉસફુલ ફ્રેન્ચાઈઝી જેવી ફિલ્મો બનાવવાનું બંધ કરો. OMG-2ની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ જોવાનું રહેશે કે આ ફિલ્મ ‘આદિપુરુષ’ની જેમ દર્શકોને નિરાશ કરે છે અથવા OMGની જેમ હીટ સાબિત થાય છે.

[wptube id="1252022"]
Back to top button