ENTERTAINMENT

અભિનેત્રી ઉર્ફી જાવેદને મળી જીવથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને કરી ફરિયાદ

પોતાના અતરંગી કપડાંથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ઉર્ફી જાવેદને હવે ફેશન ભારે પડી ગઈ છે. વાત જાણે એમ છે કે ઉર્ફી જાવેદને ફરી એકવાર જીવથી મારી નાખવાની ધમકી મળી છે. જે અંતર્ગત તેણે મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉર્ફી જાવેદને તેના એક આઉટફિટને કારણે જીવથી મારી નાખવાની ધમકીઓ મળી છે, જે તેણે હેલોવીન માટે ડિઝાઇન કર્યો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉર્ફીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બોલિવૂડ ફિલ્મના કોમિક લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં ઉર્ફી અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’માં રાજપાલ યાદવના છોટા પંડિતના પાત્રમાં જોવા મળી હતી. વીડિયોમાં અભિનેત્રીએ બોડી ફીટ હાઈ નેકડ ટોપ સાથે ઓરેન્જ કલરની ધોતી પહેરી છે. આ સિવાય ઉર્ફીએ તેના ચહેરાને લાલ રંગથી રંગ્યો છે અને એક કાન પર અગરબત્તી લગાવી છે, જેનાથી તે એકદમ ફની લાગી રહી છે.આ ઉપરાંત અભિનેત્રીએ તેના કાન પર સળગતી અગરબત્તી પણ લગાવી છે, જેમાંથી ધુમાડો પણ નીકળી રહ્યો છે.

ઉર્ફી જાવેદે આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “હું આશા રાખું છું કે દરેકને ખબર હશે કે છોટા પંડિત ભૂલ ભુલૈયાનું પાત્ર છે. હું હેલોવીન પાર્ટી માટે સુંદર રીતે તૈયાર થઈ હતી પરંતુ જઈ શકી નહીં તેથી મેં વિચાર્યું કે હું એક વીડિયો પોસ્ટ કરી દઉ!

[wptube id="1252022"]
Back to top button