
આમિર ખાન ક્રિકેટર યુવરાજસિંઘની જીવનકથા પરથી ફિલ્મ બનાવશે. તેણે આ માટેના રાઈટ્સ ખરીદી લીધા છે.
‘લાલસિંહ ચઢ્ઢા’ની ઘોર નિષ્ફળતાને પગલે એક્ટિંગમાં બ્રેક લેનારો આમિર ખાન પ્રોડયૂસર તરીકે અતિશય સક્રિય બની ગયો છે. તે સ્પેનિશ સ્પોર્ટસ ડ્રામાની રિમેક ‘ચેમ્પિયન’ બનાવી રહ્યો છે. તેમાં તે પોતે જ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ઉપરાંત તે સની દેઓલને મુખ્ય ભૂમિકામાં લઈ ‘લાહોર ૧૯૪૭ ફિલ્મ ‘ બનાવી રહ્યો છે. પુત્ર જુનૈદ માટે પણ તેણે એક ફિલ્મનું કામ શરુ કરી દીધું છે. હવે તેણે ભારતના એક સમયના ટોચના ક્રિકેટર યુવરાજસિંઘની જીવનકથા પરથી ફિલ્મ બનાવવાના રાઈટ્સ પણ ખરીદી લીધા છે. યુવરાજ સિંઘની ક્રિકેટ કેરિયરમાં ભારે ચઢતી પડતી આવી હતી. તેને કેન્સરની બીમારી પણ થઈ હતી. બોલીવૂડની દીપિકા પાદુકોણ સહિતની હિરોઈનો સાથે તેનાં અફેર્સ પણ ચર્ચામાં રહ્યાં હતાં.
આમિર ખાન હવે યુવરાજ સિંઘની મુખ્ય ભૂમિકા માટે કોઈ કલાકાર શોધી રહ્યો છે.










