
નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ‘જવાન’નો ચાહકોમાં જોરદાક ક્રેઝ નજર આવી રહ્યો છે. દર્શકો આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકો ફિલ્મ પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. ફિલ્મે 10 દિવસમાં 440.48 કરોડનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ હવે ‘જવાન’ નું વર્લ્ડવાઈડ કલેક્શન સામે આવી ગયું છે. જે પ્રમાણે હવે ફિલ્મ 700 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
‘જવાન’ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ‘જવાન’ એ વર્લ્ડવાઈડ 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પ્રોડક્શન હાઉસના જણાવ્યા પ્રમાણે ફિલ્મે પોતાના રિલીઝના 9 દિવસમાં જ વર્લ્ડવાઈડ 735.02 કરોડના બિઝનેસ કરી લીધો છે.

[wptube id="1252022"]





