
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ શ્રી રૂણી પ્રાથમિક શાળામાં ગુજરાતી સાહિત્યમાં એક નવીન સર્જન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો દ્વારા વાર્તાઓ લખવામાં આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરીઓએ પોતાના શબ્દ શણગાર દ્વારા પુસ્તકોનું સર્જન કરવામાં આવેલ છે. જેમાં ભારતીબેન ઉમાભાઈ પુરોહિત જેમના પુસ્તકનું નામ છે પ્રેરણાત્મક વાર્તાઓ અને મનિષાબેન ભરતભાઈ મોદીએ કે જેમના પુસ્તકનું નામ છે બોધાત્મક વાર્તાઓ નામનું પુસ્તકમાં સર્જન કરવામાં આવે છે. તેમના માર્ગદર્શક અને ભાષા શિક્ષક શ્રી દિનેશભાઈ ડી. ચૌહાણએ બાળકોને પોતાની રીતે નવીન શબ્દો દ્વારા સર્જન શક્તિને ધ્યાનમાં રાખીને કઈ રીતના વાર્તાઓનું સર્જન કરી શકાય તેના વિશેની શબ્દ સહ સમજ આપીને નવી વાર્તાઓનું સર્જન કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. બાળકોમાં પડેલ શક્તિને પારખીને તેને કઈ રીતે ઉજાગર કરી શકાય અને તેમને છુપાયેલ શક્તિને બહાર લાવવા માટે નાનો સરખો પ્રયત્ન કરેલ છે. આ કાર્યને ધ્યાનમાં રાખીને ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જાગૃતિબેન દેસાઈ એ પણ શુભેચ્છા સંદેશો પાઠવેલ છે. શાળાના આચાર્ય શ્રી અને સમગ્ર સ્ટાફે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. ભાષા શિક્ષક શ્રી દિનેશભાઈ ડી ચૌહાણએ જણાવ્યું કે બાળકોમાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે નાનો સરખો પ્રયત્ન કરેલ છે અને તેમાં સફળતા પણ મળેલ છે. ભવિષ્યમાં પણ જે પણ બાળકો વાર્તાનું સર્જન કરશે તેમની વાર્તાઓ પુસ્તકમાં સમાવેશ કરીને તેમનું નામ સાહિત્ય જગતમાં આગળ વધે તેવી શુભેચ્છા અને આશા વ્યક્ત કરેલ છે.

