સાગબારા તાલુકાનાં પાડા ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ મોટરસાઇકલને સામેથી ટક્કર મારતાં બે નાં મોત
સાગબારા તાલુકાનાં પાડા ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ મોટરસાઇકલને સામેથી ટક્કર મારતાં બે નાં મોત
તાહિર મેમણ : 23-05/2024- નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં પાડા ગામ પાસે એક ફોર વ્હીલ ગાડી ના ચાલકે સામેથી આવતી મોટરસાઈકલ ને ટક્કર મારતાં બાઈક ઉપર જતા બે મિત્રોનાં મોત થયા હતા
મળતી માહિતી અનુસાર વિલાસ સામસીંગ વસાવા, રહે. નવી નગરી આંજણવઈ ગામ તા. ડેડીયાપાડા જી. નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ફોર વ્હીલ વાન ગાડી નંબર જીજે- ૨૨-એ-૮૧૧૬ નાં ડ્રાઈવરે તેના કબ્જામાંની ફોર વ્હીલ ગાડી પુરપાટ હંકારી લાવી તેમના ભાઈની મોટરસાઈકલ નંબર GJ-22-N-5861 ને સામેથી ટક્કર મારી એક્સીડેન્ટ કરી મરનાર અતુલ સામસિંગ વસાવા રહે. નવી નગરી આંજણવઈ ગામ તા. ડેડીયાપાડા જી. નર્મદા તથા મરનાર સાવન મોહન વસાવા રહે. બુધવાડા ગામ તા. સોનગઢ જી. તાપી નાને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી સારવાર દરમ્યાન બન્ને જણાનું મોત નિપજાવવા વાન ગાડી સ્થળ ઉપર મુકી નાસી જઈ ગુનો કરતાં સાગબારા પોલીસે ફોર વ્હીલ નાં ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.