
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગનાં આહવા તાલુકાનાં હિન્દૂ સમાજ સંગઠન દ્વારા લવ જેહાદ વિરોધ કડક અને મજબૂત કાયદા બનાવી ગુનેગારોને તાત્કાલીક સજા કરવા બાબતે રાષ્ટ્રપતિને સંબોધીને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ…પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા હિન્દૂ સમાજ સંગઠન દ્વારા આજરોજ રાષ્ટ્રપતિને સંબોધીને અધિક કલેક્ટર ડાંગને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે ભારત દેશમાં લવ જેહાદ અને ધાર્મિક કટરતાની પ્રવૃત્તિઓ ખૂબ જ જોર પકડી રહી છે.ત્યારે કેટલાક મુસ્લિમ અને ખ્રિસ્તી યુવાનો દ્વારા જાણી બુઝીને હિન્દૂ યુવતીઓને લવ જેહાદ દ્વારા પ્રેમ પ્રકરણમાં ફસાવી ડરાવી, લોભ,લાલચ આપી ધર્માંતરણની જોરદાર મોહિમ ઉપાડવામાં આવી હોય એવુ લાગી રહ્યુ છે.વધુમાં હિન્દૂ યુવતીઓ પર દબાણ કરી ખ્રિસ્તી અથવા મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી રહ્યા છે.અને ધર્મ અંગીકાર ન કરે તો ખૂન પણ કરી નાખવામાં આવે છે.ડાંગ જિલ્લામાં પણ આહવા તાલુકાની આદિવાસી યુવતીઓને પટાવી,ફોસલાવી લગ્નની લાલચ આપી જમીન જાયદાત પડાવી લેવાનાં કિસ્સા તથા વસ્તી વધારવાનાં કિસ્સા(લવ જેહાદ) પણ ધ્યાનમાં આવ્યા છે.સાથે આદિવાસી હિન્દૂ હોવાનાં કારણે લાગણી દુભાઈ રહી છે.આવા કૃત્યોને ચલાવી લેવામાં નહિ આવે.મુસ્લિમ,ખ્રિસ્તી ધર્મગુરુઓ આગેવાનો બોલાવી તેમના દ્વારા ચાલતા લવ જેહાદ,વટાળ પ્રવુતિઓ જેમાં આદિવાસી યુવતીઓ માટે બે લાખ અને બ્રાહ્મણ યુવતીઓ માટે સાત લાખનાં ભરથાના આપવામાં આવે છે.જે સદંતર બંધ કરવામાં આવે.ડાંગ જિલ્લામાં પણ મસ્જિદો,ચર્ચ,દેવળ આવેલી છે જે સરકારી ચોપડે ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવો,તેમજ બાંધકામ માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી છે કે નહિ. તથા પાદરી મોલવીઓનાં આઈડી પ્રુફ,મોબાઈલ નંબર તંત્રએ રાખવા જોઈએ.લવજેહાદ બાબતે જો યોગ્ય પગલા ભરવામાં ન આવે તો આવનાર દિવસોમાં હિન્દૂ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી…