DAHOD CITY / TALUKO

દાહોદ રેડક્રોસ દ્વારા રક્ત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું 

તા. ૦૨. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેડક્રોસ દ્વારા રક્ત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આજરોજ રેડક્રોસ દ્વારસંચાલિત ૮ દિવસીય “ફર્સ્ટ એડ ક્લાસ” ની પૂર્ણાહુતિ કરવામાં આવી.જેમાં ૫૦ જેવા વિદ્યાર્થીઓ ને તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ,ડ્રાઇવર, કંડકટર ની નોકરી માટે જરૂરી છે.તાલીમ પછી, રેડક્રોસ ની રાષ્ટ્રિય બ્રાન્ચ દ્વારા નવી દિલ્હી થી ૩ વર્ષ સુધી માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે.આ તાલીમ માં વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા તાલીમ અપાય છે.તાલીમ દરમિયાન દાહોદ રેડક્રોસ ના ખજાનચી કમલેશભાઈ લિંબાચિયા દ્વારા બ્લડ અને બ્લડ ડોનેશન અને તેના ફાયદા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.તેનાથી પ્રોત્સાહિત થઈને ૧૦ જેવા મુખ્યત્વે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કરી ને માનવ ધર્મ બજાવ્યો હતો.દાતાઓનું સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખજાનચી  કમલેશભાઈ લીમ્બાચીયા ,મંત્રી જવાહરભાઈ શાહ સહમંત્રી સાબીરભાઈ શેખ બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઈઝર  એન કે પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button