દાહોદ માં માગૅ સલામતી કાયૅકમ અંતર્ગત. આર.ટી.ઓ કચેરી દાહોદ દ્વારા રેડક્રોસ દાહોદ ના સહયોગથી યોજાયેલ રકતદાન કેમ્પ

તા.૧૪.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ માં માગૅ સલામતી કાયૅકમ અંતર્ગત. આર.ટી.ઓ કચેરી દાહોદ દ્વારા રેડક્રોસ દાહોદ ના સહયોગથી યોજાયેલ રકતદાન કેમ્પ
દાહોદ. રોડ સેફટી કાયૅકમ અંતર્ગત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દાહોદ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ના સહયોગથી આર.ટી.ઓ કચેરી દાહોદ ખાતે રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.આ અવસર પર એ.આર ટી ઓ કચેરી ના અધિકારીઓ.ઈન્સપેકટરો. કમૅચારીઓ દ્વારા ઉત્સાહ પુવૅક રકતદાન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જીલ્લા પંચાયત દાહોદ ના માજી પ્રમુખ શ્રીમતી શીતલબેન વાધેલા એ પણ રકતદાન આપી માનવસેવા ના કાયૅ મા સહભાગી થયા હતા. આ રકતદાન કેમ્પ મા રેડક્રોસ સોસાયટી ના ખજાનચી કમલેશ લીમ્બાચીયા , બ્લડ બેક ના કન્વિનર એન કે પરમાર ,કારોબારી સભ્ય મુકન્દભાઈ કાબરાવાલા, એઆરટીઓ સી ડી પટેલ આરટીઓ ઇન્સ્પેક્ટર આર કે પરમાર તેમજ સેવાભાવી ડો.નરેશ ચાવડા ઉપસ્થિત રહી રકતદાતાઓ ની સેવા ઓ ને બીરદાવી હતી તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા








