દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કુલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ

તા.૧૫.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કુલ અને મતિ એસ.એમ. કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ,દાહોદ દ્વારા વર્ષ દરમિયાન અભ્યાસ ઉપરાંત સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવાનો અને બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અવસર એટલે શાળાનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા શાળાના નિવૃત્ત શિક્ષિકા મતિ સંગીતાબેન દેસાઈ ના અધ્યક્ષપણે અને નવજીવન વિદ્યા સંકુલના જોઈન્ટ ડાયરેક્ટર રાજ પટેલ, નિવૃત્ત શિક્ષિકા મુબીનાબેન કાપડિયા, નિવૃત શિક્ષક જે.વી . સિંગ, એમ.વાય.શાળાના ઇન્ચાર્જ આચાર્ય એમ.એસ. પંચાલ ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યા શ્રીમતી નીતિક્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુષ્પગુચ્છ દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક વિભાગના પ્રથમ પ્રજાપતિ કૃપાર્થ યુ અને દ્વિતીય પંચાલ લવ એસ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રથમ સંગાડા સલોની બી. અને દ્વિતીય ચૌહાણ પ્રિન્સ જે. ને શાળાનો સર્વોચ્ચ સર્વતોમુખી પ્રતિભા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અભ્યાસ નૈપુણ્ય ના રોકડ કવર તેમજ નિવૃત્ત શિક્ષક ટ્રસ્ટ ફંડ માંથી વિદ્યાર્થીઓને રોકડ રકમ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાની વિવિધ પ્રવૃત્તિઓ માં પણ ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી તેમજ રમત ગમત માં પણ ભાગ લઈ સર્વોચ્ચ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુબીનાબેન કાપડિયા અને સંગીતાબેન કોઠારીએ પ્રસંગ અનુરૂપ ઉદબોધન કર્યું હતું .સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કમલેશભાઈ લીમ્બાચીયા અને કોમલબેન પ્રિયદર્શી એ કર્યું હતું.આભાર વિધિ શાળાના સુપરવાઇઝર એમ. કે.ફળદુ સાહેબે કરી હતી. આ કાર્યક્રમમાં ઉમંગભાઇ દરજી, મતિ પ્રતીક્ષાબેન પંચાલ કે .એસ. કથાલીયા સમીરભાઈ ચૌધરી એસ.આર. ગામીતે મહત્વનો ભાગ ભજવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો








