DAHOD CITY / TALUKO

દાહોદ બસ સ્ટેશનની બહાર ઠંડા પાણી પરબ ની સગવડ ઊભી કરવામાં આવી

તા.૨૪.૦૫.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ બસ સ્ટેશનની બહાર ઠંડા પાણી પરબ ની સગવડ ઊભી કરવામાં આવી

ઇન્ડિયન રેડ સોસાયટી દાહોદ ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ, નીર વોટર સપ્લાય ના સૌજન્યથી મફત ઠંડા આર ઓ પાણીની સગવડ આ કાળજાળ ગરમીમાં બસ સ્ટેન્ડમાં આવતા અને બહાર જતા મુસાફરો માટે તેમજ દાહોદ ની જનતા માટે બસ સ્ટેન્ડની બહાર સવારે 10:30 થી 5 કલાક દરમિયાન વ્યવસ્થા ઉભી કરવામાં આવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા સાખાના ખજાનચી કમલેશ લીમ્બાચીયા જણાવે છે કે અઠવાડિયા સુધી હીટ વેવ બચવા માટે કામ વગર બહાર નીકળવું નહીં, સુતરાવ ઢીલા કપડાં પહેરવા, સૂર્યપ્રકાશ થી બચવા માટે ટોપી પહેરવી, બહારનો ખોરાક ખાવાનું ટાળો ,ઠંડી તાસીર વાળો ખોરાક લેવો જોઈએ, સતત પાણી પીતા રહેવું , સરકારશ્રી દ્વારા જારી દિશા નિર્દેશોનું પાલન કરીએ જેવા થોડાક તકેદારીના પગલાં લેવા જોઈએ આ પ્રસંગે બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર સહ મંત્રી સાબીર શેખ રજનીભાઈ મોઢિયા નરેશભાઈ ચાવડા દિગંબર જૈન સમાજના પ્રમુખ કાલિદાસભાઈ સુધીરભાઈ તલાટી નિઝામ ભાઈ વગેરે સભ્ય ઉપસ્થિત રહી તથા ઉમદા કાર્યમાં સહભાગી બન્યા હતા પાણીની જળ સેવા એક મહિના સુધી રાખવામાં આવશે આ ઠંડા પાણીની સેવા લોકો માટે આશીર્વાદ આશીર્વાદ રૂપ બની રહી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button