દે.બારીયા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાની 181 અભયમ મહિલા હેલ્પ લાઈન લીમખેડા મદદે પોહચી

તા.૧૪.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadh bariya: દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને પતિ દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરીને મારકૂટ કરવામાં આવે છે તેમ જણાવતાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને પીડિત મહિલાને સાત્વનાં આપી વાતચીત કરતાં જણાવેલ કે તેઓને આશરે સાત વર્ષ પહેલા પોતાની પસંદગીથી પ્રેમ સબંધ રાખીને તેમના પતિ તેમને પત્ની તરીકે રાખવા ભગાડી ગયેલ ત્યારથી જ પતિ દ્વારા અવાર નવાર દારૂ પીને શારીરિક માનસિક હેરાનગતિ કરી મારકૂટ કરવામાં આવે છે અને પીડિત મહિલાને હાલ પિયરમાં પણ બોલાવતા નથી અને તેઓને હાલ બે સંતાનો છે જેથી તેઓ પોતાના બાળકોનું ભવિષ્ય વિચારીને રહેતા હતા પરંતુ બે દિવસ પહેલા પતિ દ્વારા દારૂ પીને મારકૂટ કરેલ જેથી તેઓ પતિને કીધા વગર બાળકોને લઈને પોતાની મોટી બહેનના ઘરે રિસાઈને આવેલ તેની જાણ પતિને થતાં તેઓ તેમની બહેનના ઘરે લેવા ગયેલ ત્યાં જઈને પણ વહેમ શંકા કરીને અપશબ્દ બોલી મારવાનો પ્રયત્ન કરે છે અને તમામ સાસરી પક્ષ દ્વારા દહેજ બાબતે અવાર નવાર મહેણાં ટોના મારીને હેરાનગતિ કરે છે તેમ જણાવતાં 181 ટીમ દ્વારા તેમના પતિને ઘરેલુ હિંસા વિશે કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવેલ અને પરિવારની જવાબદારીનું ભાન કરાવતા પોતાની ભૂલની માફી માંગી લેખીતમાં બાહેદરી આપેલ કે આજપછી દારૂ પિવિશ નહિ અને પરિવારની જવાબદારી નિભાવિશ તેમ જણાવતાં પીડિત મહિલા પણ બહેદરી મુજબ 181 ટીમનો આભાર વ્યક્ત કરી પોતાની મરજીથી પતિ સાથે સમાધાન કરવા માગતા હોય જેથી અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન બંને પક્ષોનું સુખદ સમાધાન કરાવેલ છે