DAHOD CITY / TALUKO

સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી

તા. ૦૫. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં ધોરણ -5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં જનમાનસ પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે- લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તારીખ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે. આપણા પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણ દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવું જોઈએ. પર્યાવરણની સમસ્યા માટે વધુ વૃક્ષો વાવો એ ઝુંબેશ અતિ અનિવાર્ય છે. વૃક્ષો વાવો પાણી બચાવો, જંગલોનું રક્ષણ, પ્રદૂષણ અટકાવો, એ વિશે સમજ તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button