NATIONAL

15 વર્ષની અનાથ યૌન શોષણના આરોપમાં 63 વર્ષીય સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી ઉર્ફે સ્વામી પ્રેમાનંદની ધરપકડ

આંધ્રપ્રદેશ પોલીસે વિશાખાપટ્ટનમ આશ્રમના સંચાલકની સગીર બાળકી સાથે યૌન શોષણના આરોપમાં ધરપકડ કરી છે. સંચાલક પર તેના આશ્રમમાં એક સગીર છોકરીનું બે વર્ષથી વધુ સમય સુધી યૌન શોષણ કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, 15 વર્ષની અનાથ પીડિતાની ફરિયાદ બાદ 63 વર્ષીય સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી ઉર્ફે સ્વામી પ્રેમાનંદની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે તેણે પીડિતાને બે વર્ષથી વધુ સમય સુધી સ્વામી જ્ઞાનાનંદ આશ્રમ વેંકોજીપાલેમમાં બંધક બનાવીને તેનું યૌન શોષણ કર્યું હતું.

રાજમહેન્દ્રવરમમાં રહેતી છોકરીએ નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના સંબંધીઓએ તેમને ગરીબ બાળકો માટેના આશ્રમમાં મોકલ્યા. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સ્વામી દરરોજ રાત્રે તેને પોતાના બેડરૂમમાં લઈ જતા હતા અને રેપ કરતા હતા. છેલ્લા એક વર્ષથી પીડિતા બેડરૂમમાં સાંકળોથી બંધ હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે તેને માત્ર બે ચમચી ખાવાનું આપવામાં આવતું હતું અને અઠવાડિયામાં માત્ર એક જ વાર નહાવાની છૂટ હતી.

એવું જાણવા મળ્યું છે કે પીડિતા 13 જૂને નોકરની મદદથી આશ્રમમાંથી ભાગી ગઈ હતી. પીડિતાએ ટ્રેનમાં બેઠેલી મહિલા મુસાફરને પોતાની આપવીતિ સંભળાવી હતી, ત્યારબાદ પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ,પીડિતાને બાળ કલ્યાણ સમિતિમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીએ વર્ણવ્યું હતું કે કેવી રીતે સ્વામીએ આશ્રમમાં તેનું જાતીય અને શારીરિક શોષણ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button