
વિજાપુર કણભા પાસે પશુ તસ્કરી કરતો ઇસમને ગૌ સેવકો એ ઝડપી લીધો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા માં તસ્કરી કરતા ઈસમો નો પીછો કરી ગૌ સંઘઠન સેવકો એ એક સ્વીફ્ટ ગાડીનો પીછો કરી એક પશુ તસ્કર ને ઝડપી લીધો જયારે ત્રણ લોકો ફરાર ઝડપાયેલા ઇસમને પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે અન્ય નાસી છૂટેલા ઈસમો ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે આ અંગે મળતી વિગતો મુજબ રાત્રીના સમયે બહાર થી આવતા ઈસમો ગાયો ની તસ્કરી કરી રહી રહયા હોવાની ગૌ સેવકો ને જાણ થતાં રાત્રીના વોચ ગોઠવી તેનો પીછો ગૌ સંઘઠન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ભાવસોર ટીબી પાસે તેમજ રાઘવ ગેસ એજેન્સી પાસે એક સ્વીફ્ટ કાર માં ગાયો નાખી તસ્કરી કરતા સીસી કેમેરા માં કેદ થતા દીપ બારોટ સહિત ગૌ સેવકો એ તેનો પીછો કરતા કાર પિલવાઈ તરફ ભાગી હતી જ્યાં કણભા રોડ ફાટક પાસે કાર પલટી ખાતા કાર માંથી ગાય ના વાછરડા ને હેમખેમ બહાર કાઢ્યો હતો અને 108 મારફત ઘવાયેલા ઈસમ ને સારવાર માટે મોકલી પોલીસ ને સુપ્રદ કર્યો હતો પોલીસે ઝડપાયેલા યાસીન મનસુરી દાણીલીમડા અમદાવાદ સામે ગુનો નોંધી તેની સાથેના સાથીદારો સાબિર તેમજ નાસીર અમદાવાદ વટવા વાળા સહિત અન્ય એક ઈસમ ની સામે ગુનો નોંધી તેમજ જરૂરી પુરાવા મેળવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાત્રી દરમ્યાન પશુ તસ્કરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા ની ગૌ સેવકો માં માંગ ઉઠવા પામી છે





