વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામમાં તારીખ: 6/3/2024 ને બુધવારના રોજ ચાલુ વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાર્થનાવૃદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ ની આગેવાની હેઠળ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલનું ચેતનભાઇ પટેલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું, અને સાથો સાથ તેમના દ્વારા અજાગ્રત મનની શક્તિઓનો ઉપયોગ અંગે સમજૂતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ દ્વારા પરીક્ષા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી, ધોરણ 10 અને 12 ના વર્ગ શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તણાવયુક્ત વાતાવરણમાં કઈ રીતે પરીક્ષા આપવી તેમજ કઈ રીતે યોગ્ય આયોજન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે તેના વિશે સમજાવ્યું હતું. કાર્યકમ ના અંતમાં શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિપુલ આર. પવાર દ્વારા કરવામાં આવ્યું હતું.





