
શાળા નં- ૧૮ અને નાયરા એનર્જી , એસડીજી ટ્રસ્ટ ઇન્ડિયા અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના આચાર્ય દીપક પાગડાએ પ્રસંગિક પ્રવચન અને પ્રોજેક્ટ મેનેજર વિશાખાબેન કુકડીયાએ બાળકોને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા આસપાસની સફાઈ, શરીરની સફાઈ, ભીનો કચરો અને સૂકો કચરો,હેન્ડ વોશ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.એક્યુબેસન સેન્ટરના ઇન્ચાર્જ ધર્મિષ્ઠાબેન જોશી અને ફિલ્ડ મેમ્બર કૃપાલીબેન ધોકીયા અને માધવીબેન વગેરે કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વચ્છતા કેળવાય તે માટે સમગ્ર શાળા પરિવારએ સ્વચ્છતા શપથ લીધી હતી. સ્વચ્છતા અંતર્ગત અવેરનેશ કાર્યક્રમ પૂર્ણ થતા ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધામાં 110 બાળકોએ ભાગ લીધો હતો તેમા ધો. ૧ થી ૫ વિભાગમાં પ્રથમ – ગોજીયા સુપ્રિયા ,દ્વિતીય -લીંબડ મેઘના અને તૃતીય -મઘોડિયા શિવાની વિજેતા થયેલ અને ધો. ૬ થી ૮ વિભાગમાં પ્રથમ -મકવાણા જાનવી, દ્વિતીય -નકુમ હિના અને તૃતીય –કુશવાહ નીલમ વિજેતા થઇ હતી. વકતૃત્વ સ્પર્ધામાં 20 બાળકોએ ભાગ લીધેલો હતો તેમાં ૧ થી ૫ વિભાગમાં પ્રથમ – સ્વરા માઢક, દ્વિતીય – વૃષ્ટિ રોલા અને તૃતીયા -પ્રિયલ સિંહ તેમજ ધો. ૬ થી ૮વિભાગમાં પ્રથમ – દેવાંશી પાગડા, દ્વિતિય-ખુશ્બુ મકવાણા અને તૃતીય – સોનગરા આરુષિ વિજેતા થયેલ હતી. વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા અંતર્ગત કુલ ૩૪ બાળકોએ ભાગ લીધેલો જેમાં પ્રથમ – લીંબડ મેઘના, દ્વિતીય -કારેણા જ્યોતિ અને તૃતીય -ખેંગારીયા દૃષ્ટિ તેમજ ધો. ૬ થી ૮માં કુલ ૨૮ બાળકોએ ભાગ લીધેલો જેમાં પ્રથમ -મકવાણા દિશા. દ્વિતિય – કટેશિયા સુનીતા અને તૃતીય – પરેશા નીયતી વિજેતા થયેલ હતી. વિજેતા બાળકોને નાયરા એનર્જી, જામનગર મહાનગરપાલિકા અને શાળા નં.૧૮ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ મેનેજર વિશાખાબેન કુકડીયાએ અને વ્યવસ્થાપન રંજનબેન નકુમે કર્યું હતું અને નિર્ણાયક તરીકે તરુણાબેન પરમાર, જયેશભાઇ દલસાણિયા, હિરલબેન પંડ્યા અને અસ્મિતાબેન દુધાગરાએ ફરજ બજાવી હતી. શાળાના પ્રભારી દિનેશભાઇ દેસાઇએ નાયરા એનર્જી , એસડીજી ટ્રસ્ટ ઇન્ડિયા અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવા બદલ ધન્યવાદ અને આચાર્ય દિપક પાગડા અને શાળા પરિવારએ તમામનો આભાર માનીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.






